સચિન તેન્દુલકર .... ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦૦ સદી , સૌથી વધારે વન ડે રમનાર, ટેસ્ટ ક્રિકેટ માં ૨૦૦ મી ટેસ્ટ થી ફક્ત ૨ જ ડગલા દૂર અને ક્રિકેટ નો ભગવાન ગણાય છે તેવો બેટ્સમેન , ક્રીસ ગેયલ જેની બેટીગનાં લોકો કાયલ છે. સર વિવ રિચાર્ડ્સ પછી લીમીટેડ ઓવર નો જે બહેતરીન બલ્લેબાજ ગણાય છે , ઉપરાંત વિવ રિચાર્ડ્સ ની જેની બેટીંગ માં છાંટ વર્તાય છે તેવો વન ડે તથા ટી ટ્વેન્ટી નો કિંગ એવો સહવાગ અને ઓફકોર્સ આ બધા બેટ્સમેનોએ જે લોકપ્રિયતા રન દોડી દોડી ને પ્રાપ્ત કરી છે તેનાં કરતા પણ વધારે લોકપ્રિયતા જેને ફક્ત કેપ્ટનશીપ કરીને પ્રાપ્ત કરીછે તેવો કેપ્ટન કૂલ ... એમ.એસ.ધોની....
આઈ પી એલ -૬ માં આ બધા અને આમના જેવા ઘણા બધા પ્લેયર્સ ની વણજાર લાગેલી છે .. પરંતુ આમાં સૌથી અલગ પડતો અને સહુ નાં દિલ માં વસેલો અને તે મુજબ નું જ પરફોર્મન્સ કરતો પ્લેયર એટલે ટીમ ઇન્ડિયા ની વોલ ... રાહુલ દ્રવિડ ....
આઈ પી એલ ની પ્રથમ બે સીઝન માં જે બેંગલોર તરફથી રમતો હતો ( ભૂલચૂક લેવી દેવી) અને ત્યાર બાદ જે રાજસ્થાન રોયલ્સ તરફ થી અડીખમ રીતે રમતો રહ્યો છે , અને ખાસ કરીને રીટાયર્મેન્ટ બાદ પણ તે જે રીતે પરફોર્મ કરી રહ્યો છે તે કાબીલે દાદ છે અને હજી પણ તેના માં ઘણું બધું ક્રિકેટ બાકી છે તે પુરવાર કરે છે .
ક્રિકેટ બાકી રહ્યું હોય ત્યારે જ રીટારમેંટ લેવી તે જ તમને લોકો નાં દિલ માં રાજ કરવાનો મોકો આપે છે. અને અત્યારે પણ તે લોકો નાં દિલ માં આદરપાત્ર સ્થાન ધરાવે છે કારણ કે રાહુલ દ્રવિડ ના રીટાયર થયા પછી એમ પૂછવામાં આવે છે કે રાહુલ પછી ટીમ નો આધારભૂત બેટ્સમેન કોણ હશે?? જેનો જવાબ હજી મુશ્કેલ છે જયારે તેના સમકાલીન બેટ્સમેન સચિન તેન્દુલકર ( જે હજી રમે છે) , સૌરવ ગાંગુલી તથા વી વી એસ લક્ષ્મણ ના જવાબ સ્વરૂપે બેટ્સમેન મળી ગયા છે પરંતુ રાહુલ દ્રવિડ નો કોઈ ઉપાય નથી મળ્યો. સચિન હજી રમે છે પણ તેના પછી કોણ તેનો જવાબ શોધવા જવો પડે તેમ નથી.
આ આઈ પી એલ ૬ માં રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સ ની કપ્તાની કરે છે અને ખુબ જ એગ્રેસીવ રીતે કરે છે . બાકી નિવૃત્ત થયા પછી આટલા વર્ષે આટલી અગ્રેસિવ કેપ્ટનશીપ કરવી અને એટલા જ કમીટમેંટથી રમવું એ જ મહાન ખેલાડી ની નિશાની છે. આજરોજ રાજસ્થાન રોયલ્સે જે સામેની ટીમ સામે કોમ્પ્રીહેન્સીવ જીત મેળવી તેમાં રાહુલ દ્રવિડ નો ૫૮ રન નો ફાળો હતો. અને આ આખી સીઝન દરમિયાન રાહુલ દ્રવિડ ની કેપ્ટનશીપ એગ્રેસીવ હોવાની સાથે સાથે તેની બેટિંગ પણ એટલી જ ધૂંવાધાર રહી છે. અને તેના કારણે તે તેની ટીમ માં પ્રાણ ફૂંકે છે. અને અજીન્ક્ય રહાને જેવો બેટ્સમેન કે જે પહેલા મુંબઈ ઇન્ડીયંસ માં બહાર બેસી રહેતો હતો તે આજે દ્રવિડ સાથે ઓપનીંગ કરે છે.
રાહુલ દ્રવિડ ની બેટિંગ ની ખાસ વાત એ કરવાની છે કે જયારે તે પુરબહાર કેરિયર સાથે રમતો હતો ત્યારે તેના પર ટેસ્ટ પ્લેયર નું લેબલ લગાવીને ઘણા લાંબા સમય સુધી વન ડે ટીમ માં થી બહાર બેસાડવામાં આવ્યો હતો. અને અત્રે નોંધનીય છે કે ટીમ ઇન્ડિયા ની બેસ્ટ ભાગીદારીઓમાં ૩ ભાગીદારી રાહુલ દ્રવિડે કરેલી છે. પરંતુ રાહુલ દ્રવિડ એવો પ્લેયર છે કે જે કોલા વોર નો ભોગ બનેલો છે. પબ્લીસીટી માં જરાય માનતો નથી. એટલે તો તેની કોઈ ફેન કલબ નથી કે કોઈ બ્લોગ નથી. ફક્ત ને ફક્ત ક્રિકેટ ક્રિકેટ ને ક્રિકેટ. બાકી જયારે તેણે કેરિયર ની શરૂઆત કરી ત્યારે કોકા કોલા કંપની નો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને તે સમયે સચિન તેન્દુલકર પેપ્સી નું માર્કેટિંગ કરતો હતો. અને કોલા વોર નાં કારણે જ તેને ટીમ ઇન્ડિયા માં થી પડતો મુકવામાં આવ્યો હતો નહિ તો આજે પણ રાહુલ દ્રવિડ નો સ્ટાર પાવર સચિન કે ધોની કરતા જરાય કમ ન હોત.
રાહુલ દ્રવિડ માટે એવું નથી કે તેને પોતાની બેટિંગ માં ઈમ્પૃવમેંટ કર્યું છે અને પછી વન ડે કે ટી ટ્વેન્ટી રમવા માટે તૈયાર થયો છે. તે તો જન્મજાત ક્રિકેટર છે. તે જયારે ટીમ ઇન્ડિયા માં હતો ત્યારે તે એકલો એવો ક્રિકેટર હતો કે જેની પાસે ટોપ ક્રિકેટિંગ બ્રેઈન છે તેમ બધા સીનીયરો માનતા હતા પરંતુ પોલીટીક્સ નો ભોગ બનવામાં કારણે કેપ્ટનશીપ સહીત નાં બધા અનુભવો લઈને તેને ફક્ત પોતાની બેટિંગ અને જરૂર પડે વિકેટકીપિંગ દ્વારા ટીમ ને પોતાનો ફાળો આપ્યો.
અને રીટાયર થયા પછી આ રીધમ માં બેટિંગ કરવું અને ખાસ કરીને કેપ્ટનશીપ કરવી તે અશક્ય છે જે રાહુલ દ્રવિડે પોતાના કામીટમેંટ થી શક્ય બનાવ્યું છે. કારણ કે આ આઈ પી એલ માં જોઈ શક્ય છીએ કે તેની જેમ રીટાયર થયેલા ઇન્ટરનેશનલ પ્લેયર્સ પોન્ટિંગ, એડમ ગીલક્રીસ્ટ કે બીજા કોઈ આટલી સારી બેટિંગ કે ફિલ્ડીંગ નથી કરી શકતા તો કેપ્ટનશીપ ની તો વાત જ જવા દો. રાહુલ દ્રવિડ ક્રિકેટ ટીમ માં હોય છે તો તેમાં તેનું સંપૂર્ણ યોગદાન હોય છે જેની સામે સચિન તેન્દુલકર જેવો ક્રિકેટર કે જે હજી પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે તો પણ તેનું ટીમ માં હાજરી સિવાય કોઈ યોગદાન હોતું નથી.
આવા ક્રિકેટર નાં ફેન હોવું તે પણ મોટી વાત છે .. અને આવા ક્રિકેટર ને લાખો સલામ... . ટીમ ઇન્ડિયા ને દ્રવિડ જેવા ક્રિકેટર્સ ની જરૂર છે... આપણે ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે આપણને દ્રવિડ જેવો બેટ્સમેન જલ્દીથી મળી જાય ...